Chapter : ઓરત અને હજનો સફર
(Page : 264)
સવાલ(૩૮૧–૧૧):– મારી વાલિદહ બેવા (વિધવા) છે,અને મારી માં ના મોટાભાઈ સાઉથ આફ્રિકાથી હજ્જ માટે સીધા મકકા આવે છે, અને મારી માં ને ભાઈ પોતાના ખર્ચે હજ્જ માટે મકકહ બોલાવે છે,અને ભાઈ બહેનને લખે છે કે હું જિદ્દા એરપોર્ટ ઉપર બહેનને લેવા માટે આવીશ, તો હમારે માં ને કેવી રીતે મકકા રવાના કરવાં જોઈએ ?
જવાબ(૩૮૧–૧૧):– હદીષ શરીફમાં છે કે અલ્લાહના રસૂલ (સ.અ.વ.) એ તે સ્ત્રી ઉપર લાઅનત ફરમાવી છે જે ધણી કે મહરમ વિના એકલી સફર કરે,આથી કોઈ મહરમ સગા (જેની સાથે નિકાહ હંમેશા હરામ હોય) ના સાથે ગમે તે એરલાઈનથી રવાના કરવામાં આવે,નહિં તો લાઅનતપાત્ર ઠરશે. હનફી સરણીમાં નેક બીબીઓનો સંગાત પણ ભરોષાપાત્ર નથી તો પછી અજાણા પુરૂષ સાથે જવાની ભલેને તે નેક હોય કયાંથી રજા આપી શકાય ! એજ ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/૪૬૪,૪૬પ. હિદાયાઃ ૧/ર૩૩ આલમગીરીઃ ૧/ર૧૮)
Log in or Register to save this content for later.