Chapter : ઝકાત
(Page : 243)
સવાલ(૩૩૬–૪૧):– ખેતીની જમીનથી ભાત,જુવાર,શેરડી, ઘઉં, કેરી વિગેરેની આવક આવે એમાંથી દર સો રૂપિયાએ અમૂક રકમ લિલ્લાહ અને અમૂક રકમ સદકો એમ બન્ને રકમ જુદી રાખી છે, તો લિલ્લાહમાંથી મસ્જિદમાં આપી શકાય કે કેમ ? અને એમાંથી હાજતમંદ તદ્દન ગરીબ બિન મુસ્લિમ (હિંદુ) ને આપી શકાય કે નહિં ?
જવાબ(૩૩૬–૪૧):– લિલ્લાહ એટલે નફલી સદકામાંથી મસ્જિદમાં કોઈ પણ વાધાં વિના આપી શકાય,તેમજ બિન મુસ્લિમ હકદારને પણ દઈ શકાય, અલબત્ત વાજિબ સદકા (ઝકાત,ફિત્રો,જમીનની પાકનો દસમો ભાગ વિગેરે) માંથી મસ્જિદમાં કે ફાફિરને દેવું જાઈઝ નથી, સદકો અદા થશે નહિં,કારણ કે મસ્જિદ તથા કાફિર,સદકએ વાજિબહના હકદાર નથી, નફલી સદકા આપી શકાય છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/ર૯૧તથા ૩૦૧. આલમગીરીઃ ૧/૧૮૮)
Log in or Register to save this content for later.