મદ્રસામાં ભાડા પેટે ઝકાત આપવી.

Chapter : ઝકાત

(Page : 241)

સવાલ(૩૩૧–૩૬):–  ઝકાત ફિત્રાના નાણાં મદ્રસાના મુદર્રિસને પગાર પેટે આપી શકાય ? એ નાણાં મદ્રસાના મકાનના ભાડા પેટે આપી શકાય ?

જવાબ(૩૩૧–૩૬):–  વાજિબ સદકા જેમકે ઝકાત ફિત્રો વિગેરે મુદર્રિસને પગાર પેટે આપી શકાય નહિં,લિલ્લાહ સદકો આપવો જોઈએ,મહેનતાણાં પેટે આપી શકાય નહિં,તેમજ મદ્રસાના ભાડામાં પણ આપી શકાય નહિં, કારણ કે માલિક બનાવવું શર્ત છે,જેથી મસ્જિદ,મદ્રસામાં આપી શકાય નહિં. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૩/૧૭૧. આલમગીરીઃ ૧/૧૭૦)

Log in or Register to save this content for later.