Chapter : ઝકાત
(Page : 234)
સવાલ(૩૧પ–ર૦):– અમારી પાસે ઝકાતના પૈસા છે, અને અમારા ભાડુતો બે બાઈઓ જે વિધવા છે, તેમાં એક બાઈની બે છોકરીઓ જ છે,બીજી બાઈની ચાર છોકરીઓ અને એક છોકરો છે,બીજા નંબરની બાઈ બીજાઓને ત્યાં કામ કરી જીવન પસાર કરે છે,તે ઝકાત લે છે,બીજા બે ભાડુતો રીક્ષા ફેરવી પોતાનું ગુજરાન ચલાવે છે,તેઓને ઝકાતની રકમમાંથી જમીન ખરીદી મકાન બનાવી માલિક બનાવી દઈએ તો ચાલે કે કેમ ?
જવાબ(૩૧પ–ર૦):– જો સદરહુ નાદાર ભાડુતો ઝકાત લેવાના હકદાર હોય તો તેમને ઝકાત આપી શકાય,માલદારને ઝકાત આપી શકાય નહિં, ગરીબને ઝકાતના પૈસાથી મકાન બનાવી માલિક બનાવી દેવાથી ઝકાત અદા થશે, માલિક બનાવવું શર્ત છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃ ૩/ર૯૧. આલમગીરીઃ ૧/૧૭૦)
Log in or Register to save this content for later.