હિજડા ઉપર નમાઝ ફર્ઝ છે?

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 223)

સવાલ(ર૯૩–૧૭૩):– હિજડા ઉપર નમાઝ–રોઝહ ફર્ઝ છે? તેઓ જમાઅત સાથે નમાઝ પઢી શકે છે? એમની સાથે ઘરમાં ખાવું–પીવું બેસવું કેમ છે ?

જવાબ(ર૯૩–૧૭૩):–     હિજડા ઉપર પણ નમાઝ રોઝહ વિગેરે (અર્કાન) ફર્ઝ છે, દરેક આકિલ,બાલિગ મુસ્લિમ,મર્દ હોય કે સ્ત્રી કે હિજડો હોય શરીઅતનો મુકલ્લફ (આજ્ઞાઓનું પાલન કરવું) છે, જો એ હિજડામાં સ્ત્રીના ચિન્હો દેખાતા હોય તો જમાઅત સાથે પઢે નહીં સ્ત્રી માફક ઘરે એકલો પઢી લે, અને જો મર્દના ચિન્હો એમાં હોય તો જમાઅત સાથે મસ્જિદમાં નમાઝ પઢી શકે છે, પરંતુ મર્દો સાથે સફમાં ઉભો રહે નહિં, બલ્કે પાછળ એકલો ઉભો રહે.ખુદાપાક વધુ જાણનાર છે.              (શામીઃર/૪ તથા ર/૩૧૪ )

Log in or Register to save this content for later.