Chapter : નમાઝના વિવિધ મસાઈલ
(Page : 219)
નાના બાળકોને મસ્જિદમાં લાવ્વા.
સવાલ (ર૮૧–૧૬૧):– અમારા ગામમાં કેટલાક લોકો એવા છે,કે તેઓ પોતાના નાના બાળકોને પોતાની સાથે ઉભા રાખી નમાઝ પઢે છે,અહિંયા પંપ વડે પાણી ભરવું પડે છે, અને નાના છોકરાઓ આવે છે,જે પાણીનો વ્યર્થ ઉપયોગ કરે છે,બાંગી સા.ગુસ્સે થાય છે,લોકોને આપણે કહીએ છીએ કે નાના બાળકોને ન લાવો,ત્યારે કહે છે કે નમાઝ પઢતા શીખે,માટે એનો જવાબ આપશો?
જવાબ (ર૮૧–૧૬૧):– હદીષ શરીફમાં છે કે બાળકો સાત વરસના થાય તો નમાઝ પઢાવો, અને દસ વરસના થયા બાદ સુસ્તી કરે તો મારો,જેથી નમાઝની ટેવ પડે,આથી સાત વરસથી નાના બાળકોને રોકી શકાય,એથી વધુ ઉમરવાળાને રોકાય નહિં,પાણી નકામું વાપરતાં હોય તો રોકી શકાય કે નકામું વાપરે નહિં,અલબત્ત મોટાઓની સાથે સગીર (નાબાલિગ) ને ઉભા રાખવાથી આખી સફની નમાઝ મકરૂહ થશે,એમને પાછળ ઉભા રાખવામાં આવે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.
(શામીઃર/પ)
Log in or Register to save this content for later.