મિલમાં જુમ્આની નમાઝ પઢવી.

Chapter : જુમ્આની નમાઝ

(Page : 210)

સવાલ(ર૬૩–૧૪૩):–     હમારા શહેરમાં બે કાપડની મિલો છે,જેમાં આશરે  એક હજાર મુસ્લિમો કામ કરે છે,જેમાં અત્યાર સુધી જુમ્‍આની નમાઝ પઢવાની રજા આપવામાં આવતી હતી,પરંતુ હાલમાં કોઈ કારીગરને રજા મળતી નથી, મિલમાં મસ્જિદ પણ છે,બીજી નમાઝો જમાઅત સાથે મિલની મસ્જિદમાં પઢીએ છીએ,બહારના માણસો નમાઝ પઢવા આવતા નથી,તો હમારે મિલની મસ્જિદમાં જુમ્‍આ પઢવી કે ઝોહર પઢવી ?

જવાબ(ર૬૩–૧૪૩):–     મિલની મસ્જિદમાં જુમ્‍આની નમાઝ પઢવી ફર્ઝ છે. મિલનાં કર્મચારીઓ,મજૂરો વિગેરે મળી જુમ્‍આ પઢવામાં આવે,ભલેને બહારના માણસો ન આવે,વાંધા વિના દરૂસ્ત છે,ઝોહર પઢવી જાઈઝ નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.            (આલમગીરીઃ૧/૧૪પ )

Log in or Register to save this content for later.