જુમ્આનો ખુત્બો વાજિબ છે કે ફર્ઝ ?

Chapter : જુમ્આની નમાઝ

(Page : 209)

સવાલ(રપ૯–૧૩૯):–      જુમ્‍આનો ખુત્બો ફર્ઝ,વાજિબ કે સુન્‍નત છે ? સાંભળનાર માટે ફર્ઝ, વાજિબ કે સુન્‍નત છે ? ઈદનો ખુત્બો સાંભળવું શું છે ?

જવાબ(રપ૯–૧૩૯):–      જુમ્‍આનો ખુત્બો જુમ્‍આની નમાઝ માટે શર્ત છે. એટલે ખુત્બા વિના જુમ્‍આ થતી નથી,બન્‍ને ખુત્બા સાંભળવાં વાજિબ છે,ઈદનો ખુત્બો સાંભળવો પણ વાજિબ છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.    (શામીઃ ૩/૧૯)

Log in or Register to save this content for later.