Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 164)
સવાલ(૧૬૦–૪૦) મસ્જિદના ઈમામ સા.ઈંગ્લીશ વાળ કઢાવે છે,અને નમાઝમાં હર રૂકૂઅ સિજદાથી બેઠા ઉભા થતાં પોતાની આસ્તીન તેમજ કફની આગળ પાછળ ખેંચી કફની બરાબર કરે છે,તો શું નમાઝમાં એવી હરકતો કરી શકાય ? કફનીના બટન ઈમીટેશન સોનેરી ઢબના તથા સોનેરી અંગુઠી પહેરવું જાઈઝ છે ? ઈમામ સાહેબ હંમેશા ફેશન કરતા રહે છે,અને હંમેશા ફખરમાં રહે છે,તો શું એ જાઈઝ છે ?
જવાબ(૧૬૦–૪૦) અમલે કલીલ (અલ્પ)થી નમાઝ બાતિલ થતી નથી,અમલે કષીર (વધુ) થી નમાઝ બાતિલ થાય છે,એટલે નમાઝમાં બે હાથે કોઈ કામ કરવું, અથવા નમાઝમાં એવી રીતે હરકતો કરે કે બીજા જોનારને એમ જણાય કે આ માણસ નમાઝમાં નથી અથવા પોતે નમાઝીને એમ જણાય કે બહું હરકત કરી રહયો છે,માટે નમાઝમાં વારંવાર કપડાં ખેંચવા કે બરાબર કર્યા કરવાથી બચે,ઈમામને જોઈએ કે પોતાની ચાલ–ચલગત રહન,સહન પોશાકમાં બધામાં સુન્નત તરીકા મુજબ અમલ કરે,વકાર અને પરહેઝગારીથી રહે,કારણ કે ઈમામતનો દરજજો મોટો હોય છે, શરીયતની હદમાં રહી જાઈઝ રીતે પહેરવા કે ખાવા–પીવાની બધાને છુટ છે,અને નામવરી,ફખર,દેખાવ કરવો,ઈમામ ગેરઈમામ બંને માટે જાઈઝ નથી, ઈગ્લીંશ વાળ ઈમામ રાખતા હોય તો તેમની ઈમામત મકરૂહ લેખાશે,જો ઈમામ પોતાની હાલત સુધારી લે તો ઠીક છે,નહિંતર એવો ઈમામ ઈમામતને લાયક નથી, ચાંદીની અંગુઠી પહેરવી જાઈઝ છે,સોનાની હરામ છે, પછી તે ઈમામ હોય કે બીજો કોઈ હોય,ઈમામ જેટલા પરહેઝગાર અને નેક હશે,તેટલા જ પ્રમાણમાં નમાઝ માટે યોગ્ય અને બેહતર ગણાશે,અને ઈબાદતમાં મઝા અને કબૂલિય્યત પ્રાપ્ત થશે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે. (શામીઃ ર/ર૯૪. હિદાયાઃ ૧/૧૩૯ તથા ૧ર૧)
Log in or Register to save this content for later.