Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ
(Page : 160)
સવાલ(૧પ૩–૩૩) ગામમાં એક હાફેઝી છે,તે મદ્રસામાં છોકરા અને છોકરીઓ પઢાવે છે,અને મસ્જિદમાં ઈમામત કરાવે છે,ઈમામ સા.મદ્રસાના એક છોકરા સાથે લોંડાબાઝી ચાલુ કરી છે,આ વાત જમાતના એક મેમ્બરને મળી, ત્યારે તે મેમ્બરે ઈમામ સા.ને ઘણાં જ સમજાવીને કહયું કે આવું કામ ન કરો, ઈમામ સાહબે કસમ ખાઈને કહયું કે હવે હું તે છોકરા સાથે લોંડાબાઝી કરીશ નહિં, પરંતુ થોડા દિવસ પછી પાછા ઈમામ સાહબે તે છોકરા સાથે લોંડાબાઝી ચાલુ કરી દીધી,તો હવે એવા ઈમામનો એઅતિબાર કરવો કે નહિં ? એવા ઈમામ પાછળ નમાઝ પઢવી જોઈએ કે નહિં ? એવા ઈમામને મદ્રસા માં રાખવા જોઈએ કે નહિં ?
જવાબ(૧પ૩–૩૩) એવા લૂતી (લોંડાબાઝ)ઈમામ પાછળ નમાઝ મકરૂહે તહરીમી છે,જયારે અનેકવાર કસમનો ભંગ કર્યો તો હવે મોતબર નથી, એકાંતમાં સમજાવ્યા છતાં ઉપરોકત કુટેવ ત્યાગી નહિં તો વહેલી તકે ઈમામત અને મદ્રસામાંથી બરતરફ કરવો જોઈએ,એ પોતે ઈઝઝત ગુમાવી રહયા છે, બીજા છોકરાઓને પણ બગાડશે,જો ઈસ્લામી હુકૂમત હોય તો સખત શિક્ષા દેવામાં આવતે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(આલમગીરીઃ૧/૮૩)
Log in or Register to save this content for later.