શરીઅતની રૂએ હોઝની લંબાઈ–પહોળાઈ.

Chapter : હૌઝ કૂવા

(Page : 141)

સવાલ(૧૦૯–૪૧) શરીઅતની રૂએ મસ્જિદની હોઝ કેટલી લાંબી અને પહોળી હોવી જોઈએ ?

જવાબ(૧૦૯–૪૧) શરઈ હોઝ (જે દેહ દર દેહ લેખાય) તેનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ ૧૦૦ હાથ હોવું જોઈએ,એટલે દસ હાથ લાંબુ અને દસ હાથ પહોળું અથવા વીસ હાથ પહોળું અને પાંચ હાથ લાબું અથવા પચ્ચીસ હાથ લાંબુ અને ચાર હાથ પહોળું,સારાંશ કે લંબાઈના ગુણાકાર પહોળાઈ સાથે કરતાં સો હાથ હોવું જોઈએ,મજકૂર માપથી નાની હોઝ,જારી–વ્હેતા પાણીના હુકમમાં લેખાશે નહીં. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.(આલમગીરીઃ૧/૧૮   શામીઃ૧/૩૪ર)

Log in or Register to save this content for later.