Chapter : હૈઝ નિફાસ
(Page : 139)
સવાલ(૧૦૩–૩પ) એક છોકરીને તેર દિવસ માસિક આવે છે,જયારે માસિકની મુદ્દત દસ દિવસની છે,અને તેએાની શાદી ચાલે છે,અને રોઝા,નમાઝ પઢી શકે છે કે તેર દિવસ પછી ? એનો ખુલાસો લખશો.
જવાબ(૧૦૩–૩પ) હનફી સરણીમાં માસિકની મુદ્દત વધુમાં વધુ દસ દિવસ છે, એથી વધુ ઈસ્તિહાજા (રોગથી નીકળતુ ખૂન) લેખાશે, હૈઝમાં નમાઝ,રોઝા વિગેરે મના છે,ઈસ્તિહાજામાં જાઈઝ છે,આથી સદરહુ છોકરીને હૈઝની ટેવ અગાઉથી નકકી હોય. દા.ત.પાંચ દિવસ હૈઝ આવે છે,તો તેર દિવસમાંથી પાંચ દિવસ હૈઝ સમજી નમાઝ પઢે નહિં,બાકીના આઠ દિવસ ઈસ્તિહાજા સમજીને નમાઝ પઢવી પડશે.જો પઢી ના હોય તો કઝા કરવી પડશે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/૪૭૮. હિદાયાઃ૧/૬૭)
Log in or Register to save this content for later.