Chapter : તયમ્મુમ
(Page : 131)
સવાલ(૮પ–૧૭) તયમ્મુમ કરવાની રીત શું છે ? તે જણાવશો, તયમ્મુમ કઈ વસ્તુથી થાય છે ?
જવાબ(૮પ–૧૭) તયમ્મુમની રીત આ પ્રમાણે છે,નિય્યત કરી પાક માટી અથવા માટીની જાતની વસ્તુ ઉપર બન્ને હાથ મારી પુરા મોઢા ઉપર ફેરવો,અને બીજીવાર હાથ મારી બન્ને હાથો ઉપર કહેાણીઓ સુધી–સહિત ફેરવો,એક વાળ બરાબર પણ (જગ્યા) બાકી રહે નહિં,ગુસલના તયમ્મુમની પણ એ જ રીત છે,કાંઈ ફેર નથી, સારાંશ કે તયમ્મુમ માં ફકત ત્રણ ફર્ઝો છે, (૧) નિય્યત કરવી. (ર) મોઢા ઉપર હાથ ફેરવવા. (૩) બન્ને હાથો ઉપર હાથ ફેરવવા. (હિદાયાઃ ૧/પ૦ તથા પ૧. શામીઃ ૧/૩૯ર)
Log in or Register to save this content for later.