સહાબી (રદિ.) એ દજજાલને જોયો.

Chapter : અકાઈદ અને ઈલ્મ

(Page : 114)

સવાલ(પ૦–પ૦) સહાબી (રદિ.) વહાણ ઉપર બેસીને વેપાર અર્થે જતા હતા, કોઈ જગ્યાએ વહાણ અટકયું,તો સહાબી (રદિ.) નદી કિનારે ગયા,અને ત્યાં એક એવા માણસને જોયો જેના શરીર ઉપર વાળ જ વાળ હતા,તેમણે પુછયુ તુ કોણ છે ? તો કહયું હું કાણિયા દજજાલનો જાસૂસ છું,તો પછી તે માણસ ગુફામાં લઈ ગયો,જયાં દજજાલ બાંધેલો હતો,તેણે સહાબી (રદિ.)ને પ્રશ્ન પુછયો,(૧) હુઝૂર (સલ.) આવી ગયા ?(ર) મકકહ,મદીનહમાં કંઈક ખજુરીના ઝાડો છે તે સુકાઈ ગયા ? તો સહાબી (રદિ.) એ જવાબ આપ્યો કે આવી ગયા અને ઝાડો ફળો આપે છે,દજજાલે કહયું કે મારે (બે આંગળીઓ વચ્ચેનો ગાળો બતાવ્યો) નીકળવાને આટલો ટાઈમ છે,આ કિસ્સો સાચો છે ?

જવાબ(પ૦–પ૦) ઉકત કિસ્સો સત્ય છે,ખરી હદીષથી સાબિત છે, વર્ણનમાં અમૂક ભૂલો છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.  (મિશકાત શરીફઃ ૪૭પ)

Log in or Register to save this content for later.