[૧૬૧] એક આબાદીમાં અનેક મસ્જિદોમાં જુમ્અહ

Chapter : નમાઝ

(Page : 222-223-224-225-226)

સવાલ :– અમારા ગામમાં આશરે ત્રણથી સાડ ત્રણ હજારની વસ્તી છે, ગામમાં પહેલાં એક મસ્જિદ હતી, જે આજ સુધી આબાદ છે અને ત્યાં જુમ્અહની નમાઝ પણ થાય છે. હવે ગામ બહાર નવી વસાહત થઈ છે, જેમની વસ્તી ૧૦૦૦ની લગભગ છે. એમની તકલીફને ધ્યાનમાં રાખી એક નાની મસ્જિદનું બાંધકામ કર્યું છે જે અત્યારે પૂરી થવાની તૈયારીમાં છે. હવે પૂછવાનું એ કે આ નવી મસ્જિદમાં જુમ્અહની નમાઝ થાય કે નહિં ?

જવાબ :– એક જ ગામમાં એકથી વધુ મસ્જિદોમાં જુમ્અહની નમાઝ પઢવા બાબત તેના જાઈઝ અને નાજાઈઝ હોવાના ફુકહાએ કિરામ (રહ.)ના વિવિધ મંતવ્યો છે અને તેમાં ફુકહાઅનો મતભેદ છે, જેમાંથી રાજિહ (અમલ–માન્ય) મંતવ્ય આ છે કે જે ગામમાં જુમ્અહ પઢવી જાઈઝ છે ત્યાં અનેક મસ્જિદોમાં જુમ્અહ પઢવી પણ જાઈઝ છે અને અનેક મસ્જિદોમાં જુમ્અહ જાઈઝ હોવા છતાં એક જ મસ્જિદમાં જુમ્અહની નમાઝ પઢવી એ અફઝલ, એહતિયાત, વધુ સવાબપાત્ર, વિવાદ મુકત અને કરાહત રહિત છે અને મજબૂરી વિના એક જ ગામમાં અનેક મસ્જિદોમાં જુમ્અહ પઢવી મકરૂહ છે.

               એક જ મસ્જિદમાં જુમ્અહ પઢવાથી બધા જ ઈમામો (રહ.)ના મંતવ્ય મુજબ જુમ્અહ સહીહ અને અદા થઈ જાય છે, કારણ કે ઈમામ શાફઈ, ઈમામ માલિક (રહ.)નું મંતવ્ય અને ઈમામ અહમદ તથા ઈમામ અબૂ હનીફહ (રહ.)ના બે મંતવ્યોમાંથી એક મંતવ્ય આ છે કે એક આબાદીમાં એક જ મસ્જિદમાં જુમ્અહ જાઈઝ છે, અનેક મસ્જિદોમાં જાઈઝ નથી.

               અને શૈખ સુબ્કી શાફઈ (રહ.) તો અહિંયા સુધી લખે છે કે,

               કોઈ એક પણ સહાબી કે તાબિઈ (રહ.)નું કથન અનેક મસ્જિદોમાં જુમ્અહના જાઈઝ હોવા વિશે મળતું નથી. માટે એહતિયાત અને તકવાની વાત આ છે કે એક આબાદીમાં એક જ મસ્જિદમાં જુમ્અહની નમાઝ પઢવી જોઈએ.                (‘શામી ર/પ૪ર)

               હનફી ઈમામ હઝરત ઈમામ અબૂ યૂસુફ (રહ.)ના એક મંતવ્ય મુજબ વિના મજબૂરીએ એક આબાદીમાં બે મસ્જિદોમાં જુમ્અહ જાઈઝ નથી, કારણ કે જુમ્અહ દીનના મહત્ત્વના પ્રતીકરૂપી કામોમાંથી છે, માટે તેની જમાઅત નાની કરવી જાઈઝ નથી.     (‘કબીરી પપ૧)

               હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અને ખુલફાએ રાશિદીન (રદિ.)ના સમયમાં એક જ આબાદીમાં એક જ મસ્જિદમાં જુમ્અહની નમાઝ પઢાતી હતી, અનેક મસ્જિદોમાં જુમ્અહ ન પઢાતી હતી એવું માલૂમ પડે છે, કારણ કે હઝરત હકીમુલ ઉમ્મત મૌલાના થાનવી (રહ.) લખે છે કે,

“ઈસકે બાદ ગૌર કરના ચાહીયે કે અહદે નબવી યા ખુલફાએ રાશિદીન (રદિયલ્લાહુ તઆલા અન્હૂમ) મેં એક મિસ્ર મેં ચંદ મસાજિદમેં જુમ્અહ હોના કહીં મનકૂલ નહીં દેખા ગયા.    (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૬પર)

               એકથી વધુ મસ્જિદોમાં જુમ્અહ જાઈઝ હોવાનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે મોટા અને વિશાળ શહેરમાં એક જ જગ્યાએ જુમ્અહ પઢવામાં ઘણાં લોકોને દૂરના મહોલ્લાઓમાંથી લાંબુ અંતર કાપીને તડકા અને વરસાદમાં હાજર થવાની તકલીફ વેઠવી પડશે અને મજકૂર સ્થળે એક જ મસ્જિદમાં જુમ્અહ પઢવામાં આવી તકલીફનો ભય નથી અને જૂની મસ્જિદમાં વસ્તીના બધા નમાઝીઓનો સમાવેશ પણ થઈ શકે છે અને મોટી જમાઅત થવાથી વધુ સવાબ મળશે.

               માટે હઝરત મૌલાના થાનવી (રહ.) દૂરથી આવવાની અને ભીડની તકલીફ વિના એક આબાદીની બે મસ્જિદોમાં જુમ્અહ પઢવા વિશે લખે છે કે,

“પસ સૂરતે મસ્ઊલહમેં અગર (ઈખ્તિલાફ) અઝ રાહે નફસાનિય્યત ભી ન હોતા જબ ભી (કઈ મસ્જિદોંમેં જુમ્અહ પઢના) બેહતર ન થા, કયું કે ખ્વાહ–મખ્વાહ ઈખ્તિલાફે ઉલમામેં પડના કોન ઝરૂર હે, દૂસરી વજહે જવાઝે તઅદ્દુદ દફએ હરજ હે કે એક મસ્જિદમેં દૂર દરાઝસે સબકા આના દુશ્વાર હોગા ઔર છોટી જગહ (આબાદી)મેં યે ભી હરજ નહીં. ”ફઈઝા ફાતતિલ્‌ ઈલ્લતુ ફાતલ્‌ મઅલૂલ.      (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૬પ૧)

               હઝરત મૌલાના મુફતી કિફાયતુલ્લાહ (રહ.)એ પોતાના અનેક જવાબોમાં કોઈ મજબૂરી ન હોવાની હાલતમાં પૂરી આબાદીમાં એક જ મસ્જિદમાં જુમ્અહ પઢવા ઉપર ખૂબ જ ભાર મૂકી તેને અફઝલ અને એહતિયાત બતાવ્યું છે અને વગર મજબૂરીએ એક ગામની અનેક મસ્જિદોમાં જુમ્અહ પઢવાને મકરૂહ બતાવ્યું છે.       (‘કિ.મુફતી ૩)

               દારૂલ ઉલૂમ દેવબંદના માઝી મુફતીએ આઝમ હઝરત મૌલાના મુફતી અઝીઝુર્રહમાન સાહેબ (રહ.) લખે છે કે,

“બહેતર યે હે કે જુમ્અહ એક જગહ જામિઅ મસ્જિદ યાની બડી મસ્જિદમેં હો.    (‘ફતાવા દારૂલ ઉલૂમ પ/૧૩૪)

               હાલના હિંદોપાકના મુફતીએ આઝમ હઝરત મુફતી મહમૂદ હસન ગંગોહી (દા.બ.) લખે છે કે,

 “બહેતર યે હે કે તમામ મુસલમાન જમા હોકર એક હી મસ્જિદમેં જુમ્અહ અદા કરેં, બિલા ઝરૂરત દો જગહ જુમ્અહ ન કરેં, ઝરૂરત પેશ આને પર દૂસરી જગહ ભી મુઝાઇકહ નહીં.

(‘ફતાવા મહમૂદિય્યહ ર/૩૧ર)

               હઝ. મૌલાના મુફતી સય્યિદ અબ્દુર્રહીમ લાજપૂરી (દા.બ.) લખે છે કે,

‘‘બિલા ઉઝર નમાઝે જુમ્અહ મહોલ્લહ દર મહોલ્લહ પઢનેમેં શરઈ મસ્લિહત ઔર મકસદ ફૌત હો જાતા હે ઔર ઈસ્લામી શાનો–શવકત ખત્મ હો જાતી હે, નમાઝે જુમ્અહ કો જામિઅતુલ જમાઆત કહા જાતા હે, જિસ્કા મતલબ યેહી હે કે મહોલ્લોંકી મસ્જિદેં બંદ કર દી જાએં ઔર ઉન સબકી જમાઅતેં યકજા જામિઅ મસ્જિદમેં હો.    (‘ફતાવા રહીમિય્યહ ૩/૬૬)

               હઝ. મૌલાના મુફતી રશીદ અહમદ લુધયાનવી સાહેબ (રહ.) લખે છે,

“એક શહરમેં મુતઅદ્દદ જગહ જુમ્અહ) જાઈઝ હે, અલબત્તા હત્તલ્‌ ઈમ્કાન એક મકામ પર બડે ઈજતિમાઅકી કોશિશ કરની ચાહીએ.               (‘અહસનુલ ફતાવા ૪/૧ર૩)

               ઉપરોકત જવાબ અને મહાન મુફતિયાને કિરામના ફતાવાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે પૂછેલી સૂરતમાં ગામના બધા જ નમાઝી ભાઈઓએ હળીમળીને ફુકહાએ કિરામના સર્વસંમત મંતવ્ય મુજબ અમલને, વિવાદમુકત જુમ્અહની અદાયગીને, જુમ્અહની મસ્લિહતને, સવાબની કસરતને, નબવી યુગની પ્રણાલિકાને પ્રાધાન્ય આપીને જૂની અને મોટી મસ્જિદને નકકી કરીને ફકત એક જ મસ્જિદમાં જુમ્અહની નમાઝ પઢવી જોઈએ. અલ્લાહ તઆલા અમલની તવફીક અતા ફરમાવે.  આમીન.

Log in or Register to save this content for later.