છોકરીઓના મદ્રસહ–બોર્ડીંગ.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 97-98)

સવાલ(૧૮–૧૮)ઃ–          મુસ્લિમ છોકરીઓ ઈબ્તિદાઈ મકતબની તા’લીમથી વધુ તા’લીમ માટે મદ્રસહ સ્થાપી તેમને પાંચ–સાત વર્ષ બોર્ડીંગમાં રાખી પઢાવવાની વ્યવસ્થા કરવું શરઈ દ્રષ્ટિએ કેવું છે ?

જવાબ(૧૮–૧૮)ઃ–          જાઈઝ છે.જરૂરી દીની તા’લીમ હાસિલ કરવું (ફર્ઝ, વાજિબ, હલાલ–હરામ અંગે જાણકારી) દરેક મુસ્લિમ ઉપર પછી તે પુરૂષ હોય કે સ્ત્રી ફર્ઝ છે. જહાલત (અજ્ઞાનતા) ગુનોહ છે,અઝાબના પાત્ર થશે. જેમકે,હદીષ શરીફમાં વર્ણન છે કે ‘‘તલબુલ ઈલ્મ ફરીદતુન અલા કુલ્લિ મુસ્લિમિન એથી વધુ ઈલ્મ ફર્ઝે કિફાયહ છે, અને ઉકત ફર્ઝે કિફાયહમાં સ્ત્રીઓ પણ શામિલ છે,એ કેવળ મર્દો માટે જ ખાસ મર્યાદિત નથી,તેણીઓની તા’લીમની વ્યવસ્થા અલગ સારી રીતે કરવી જોઈએ,બોડીર્ંગમાં ફકત છોકરીઓ જ રહે મર્દ નહિં. ઉસ્તાનીયો,નોકરાનીયો વગેરે સ્ટાફ સ્ત્રીઓનો જ હોવો જોઈએ. સારાંશ કે,પુરતો ઈહતિયાત રાખવામાં આવે કે, કોઈપણ પ્રકારના ફિત્નહનો ઈહતિમાલ (શકયતા) ન રહે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે.                                      (કિફાયતુલ મુફતીઃ ર/૩પ)

Log in or Register to save this content for later.