Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 96-97)
સવાલ(૧૬–૧૬)ઃ– આજ કાલ હજજની ફિલમ–સિનેમા દેખાડવામાં આવે છે, જેમાં હજજની બધી વીધીનો ચિતાર ફિલ્મમાં દેખાડે છે,એ ફિલમ જોવી અને આવી રીતે હજજનો નકશો દેખાડવો જાઈઝ છે કે નહિ?
જવાબ(૧૬–૧૬)ઃ– હજજ ઈસ્લામના પાંચ મહાન સ્તંભો(અરકાન) પૈકી એક મોટો રૂકન છે, જેની ઇઝઝત અદબ એહતેરામ જાળવવો એક મુસલમાન માટે અતિશય જરૂરી છે, ફિલ્મ–સિનેમાં એક પ્રકારના ખેલ રમત સમાન હોય તેમજ તેમાં નગ્ન તસ્વીરો ફોટાઓ દેખાડવામાં આવતા હોય ત્યાં પુરૂષો–સ્ત્રીઓ ભેગા થતા હોય કે જયાં બેપર્દગી,બેશર્મી અને ઈસ્લામનુ ખુન થતુ હોય એવા મરદુદ સ્થળે આવી મુબારક અને ઉચ્ચ દરજજાવાળી પાક જગ્યાઓને ખેલ,લહવોલઅબના રૂપમાં ચિતરવું સખ્ત બેઅદબી અને મોટો જ ગુનાહનુ કાર્ય છે, સાચો ઈમાની એને સાંખી શકતો નથી, મુસલમાનોએ એનાથી બચવુ જોલએ; બલ્કે આવી ફિલ્મ બંધ કરાવવા એકમત થઈ કોશિશ કરવી જોઈએ
હદીષશરીફમાં રસૂલેપાક (સ.અ.વ.)નું ફરમાન છે કે ‘‘ જે માણસ તમારામાંથી શરીઅત વિરૂધ્ધ બાબત જુએ તો તેને હાથ વડે રોકે, જો શકિત ન હોય તો જીભથી રોકે, એની પણ શકિત ન હોય તો દિલથી બુરૂ સમજે, અને આ ઈમાનનો કમઝોર દરજજો છે.
શઆઈરે ઈસ્લામની થતી બેઅદબી ખરો અને સત્ય મુસલમાન કેવી રીતે જોઈ શકે! અમારી ઈમાની કમઝોરીના કારણે આજે અમો દુખી થઈ રહયા છીએ, ઈમાનીઓ જેટલા સુસ્ત,ડરપોક, બેપરવાહ થશે તેટલા જ તકલીફો મુસીબતોમાં સંડોવાશે, આવી ફિલ્મ બંધ કરાવવા હુકૂમતને ખબરદાર કરવામાં આવે, આ ફિલ્મમાં જનાર મુસ્લિમોને રોકવુ પિકેટીંગ કરવુ મોટો સવાબ છે. અને જે જે દેશોમાં મજકૂર ફિલ્મ ચાલુ કરવામાં આવી હોય તો ત્યાંના મુસ્લિમો પણ પોતાની હુકુમત પાસે પ્રતિબંધ મુકાવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.