ઈસ્લામ સ્વીકારવાની રીત.

Chapter : અકાઇદ અને ઇલ્મ

(Page : 91)

સવાલ(૭–૭)ઃ– એક ગેર મુસ્લિમ,મુસલમાન થવા માંગે છે,તો એની વીધી કેવી રીતે પતાવવી ? અને ખત્ના તુરત જ કરાવવી જોઈએ કે કેમ ?

જવાબ(૭–૭)ઃ– સદરહુ બિન મુસ્લિમ,પ્રથમ પોતાના બાતલ ધર્મથી બરાઅત કરે કે હું મારા ધર્મને જાુઠલાવું છું,તેને ત્યાગી ઈસ્લામ સ્વીકારૂં છું, કે ઈસ્લામ સાચો દીન છે,પછી એને કલિમએ શહાદત અર્થ સહિત પઢાવવામાં આવે,આટલી વિધીથી મુસલમાન લેખાશે,પછી એને ઈસ્લામી અકાઈદ– માન્યતાઓ,ઈમાને મુફસ્સલથી અથવા અકકલથી વાકેફ કરવામાં આવે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.                               (શર્હે અકાઈદ : ૧૧૯)

Log in or Register to save this content for later.