[૩૮૪] આશૂરામાં ચંદો કરી સારું ખાવું

Chapter : રોઝહ

(Page : 446)

સવાલ :– આ વર્ષે દસ (૧૦) મુહર્રમના મારે એક જગ્યાએ જવાનું થયું, તો ત્યાં બે – ત્રણ માણસોએ પોતાના સ્ટાફમાં ફાળો કર્યો અને દૂધ કોલ્ડ્રીંગ બનાવી બધાને પીવડાવ્યું, તો મેં એમને કહયું કે ભાઈ આવું તો લગભગ જાઈઝ હોય શકે એમ લાગતું નથી. તો એ ભાઈએ જવાબ આપ્યો કે હદીસ શરીફમાં નથી કે આ દિવસે માણસે પોતાના ઘરવાળાઓ માટે સારું સારું બનાવીને ખવડાવવું જોઈએ ? અને શું સ્ટાફ પોતાના અહલમાંથી નથી ? તો હવે પૂછવાનું એ કે આવા પોગ્રામ માટે ફાળો કરવો, એમાં હિસ્સો લેવો અને આવી વસ્તુ પીવી શું શરીઅતમાં જાઈઝ છે ?

જવાબ :– ૧૦ મુહર્રમનો રોઝો રાખવો સુન્નત છે. સહીહ હદીસથી તેની ફઝીલત સાબિત છે. બધાં પાસેથી ફાળો ઉધરાવીને કોઈ વસ્તુ પોતાના સ્ટાફના માણસોને પીવડાવવી કે ખવડાવવી એ કોઈ હદીસથી સાબિત નથી. હાં, પોતાની આવકથી પોતાના અહલો અયાલને સારું ખવડાવવાની ફઝીલત સાબિત છે.                         (શામી– ભા.ર)

Log in or Register to save this content for later.