[૩૮૩] ફકત દસમી મુહર્રમનો રોઝો

Chapter : રોઝહ

(Page : 445)

સવાલ :– મુહર્રમ માસનો દસમીનો રોઝો રાખ્યો અને ૧૧મીના રોઝા વખતે વિચાર બદલાઈ જતા માંડી વાળ્યું, તો આ રોઝો ન રાખવાથી કોઈ ગુનોહ ખરો ? ગરમી અને સુસ્તીના કારણે મુર્હરમનો એક જ ૧૦મીનો રોઝો ચાલે ખરો ?

જવાબ :– મુર્હરમની દસમી તારીખ અને તેનાથી એક દિવસ આગળનો અથવા એક દિવસ પાછળનો એટલે કે નવમી અથવા અગિયારમીનો એમ બે દિવસોના રોઝા રાખવા મુસ્તહબ છે અને ફકત દસમીનો રોઝો રાખવો મકરૂહ છે.                  (શામી–ર/૮૩,૮૪, તહતાવી–૩પ૧)

Log in or Register to save this content for later.