[૩૮ર] વિવિધ દેશોમાં લયલતુલ કદ્ર અલગ અલગ

Chapter : રોઝહ

(Page : 444-445)

સવાલ :– રમઝાનમાં લયલતુલ કદ્ર અથવા ૧પમી શાબાનની રાત અથવા બીજી કોઈપણ મુબારક રાતો આવે છે તે રાતો લંડન અથવા સઉદી અરબ યા ઈન્ડિયામાં એક જ દિવસોમાં હોતી નથી. બે દિવસો આગળ પાછળ હોય છે. તો આપણે ઈન્ડિયામાં મુબારક રાત સમજી ઈબાદત કરીએ છીએ, તો આપણને સવાબ સરખો મલી જશે કે કેમ ?

જવાબ :– અલ્લાહ તબારક વ તઆલાએ તમામ દુનિયા અને બધા જ દેશો માટે રાત દિવસનું આગમન અને અસ્તિત્વ એક જ સમયે નથી રાખ્યું, બલ્કે આગળ પાછળ રાખ્યું છે. માટે રાત અને દિવસના આગળ પાછળ હોવાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ફર્ઝ નમાઝોની અદાયગીની જેમ એક જ સમયે આખી દુનિયામાં લયલતુલ કદ્રનું અસ્તિત્વ થવું અને એક જ સમયે બધા જ મુસ્લિમોએ તે રાતની ઈબાદત કરવી એ મુશ્કેલ અને અશકય છે. માટે શરીઅતના કાયદા મુજબ જયાં જયારે લયલતુલ કદ્ર ગણાશે, ત્યાં ત્યારે અલ્લાહ પાક તેની રહમતો અને બરકતો ઉતારશે. એ વાતમાં કોઈ શંકાને પાત્ર નથી કે લયલતુલ કદ્રની બરકતો અને ફઝીલતો અલગ અલગ દેશોના મુસ્લિમોને અલ્લાહ તઆલા તરફથી અલગ અલગ વખતમાં અતા કરવામાં આવે.     (ઈમ. ફતાવા – ૬/૧ર૯, મઆ. કુર્આન ૮/૭૯૪)

Log in or Register to save this content for later.