Chapter : રોઝહ
(Page : 372)
સવાલ :– સહરી ખાવા પહેલાં ઓરત સાથે સોહબત કરી પછી ગુસલ કર્યા વગર સહરી કરી રોઝો રાખ્યો તો આ નાપાકીની હાલતમાં રાખેલો રોઝો જાઈઝ છે કે નહિ ?
જવાબ :– સોહબત કર્યા પછી અને ગુસલથી પહેલાં નાપાકીની હાલતમાં સહરી ખાવી જાઈઝ છે અને એવી હાલતમાં સહરી ખાયને રોઝો રાખવો જાઈઝ છે, પરંતુ મુસ્તહબ એ છે કે આવો નાપાક માણસ વુઝૂ કરીને ખાય અથવા કમ થી કમ હાથ બરાબર ધોઈ લે અને કોગળો કરી લે ત્યાર પછી સહરી ખાય, હાથ ધોયા વગર અને કોગળો કર્યા વગર જુનૂબીએ ખાવું પીવું મકરૂહ છે. (શામી – ૧/૧૯પ)
Log in or Register to save this content for later.