Chapter : રોઝહ
(Page : 353-354)
સવાલ :– (૭) ઘણી વાર અહીંયાંથી ઈંગ્લેંડ દારૂલ ઉલૂમ બોલ્ટન કે ડયૂઝબરી મરકઝુત્તબલીગ ઉપર ફોનથી ચાંદની ખબર પૂછવામાં આવે છે. હવે અમારી જાણ પ્રમાણે ઈંગ્લેંડ વાળાઓને પણ ચાંદ જોવા માટે અમારા જેવી જ મુશ્કિલાત આવે છે. તેઓ પણ ચાંદ જોવા માટે અસફળ રહે છે, વધુ જાણ કરતાં જાણવા મળ્યું કે તેઓ પણ મોરકકોથી આવેલી મોઅતબર ખબરને માન્ય રાખી રમઝાન વગેરેનું એ’લાન કરે છે. તો અમારે મોરકકો (મરાકશ)થી ઈંગ્લેંડ આવેલી ચાંદની ખબરને માન્ય રાખી ઈગ્લેંડવાળાઓને અનુસરી શકાય કે નહિ ?
જવાબ :– (૭) મરાકશ લગભગ ૮ . ડિગ્રી પશ્ચિમ રેખાંશ ઉપર અને ૩૧. ૩૮ . ડિગ્રી ઉત્તર અક્ષાંશ ઉપર આવેલું છે અને એ દ્રષ્ટિએ શકય છે કે ટોરંટો કરતા ત્યાં એક દિવસ પેહલો ચાંદ દેખાય પરંતુ જો તમારે ત્યાં પહેલીનો ચાંદ દેખાવો મુશ્કેલ હોય તો શરઈ દ્રષ્ટિએ મોઅતબર ગણાય એવી ખબર મળવાની વ્યવસ્થા કરી મોરકકોની ખબર મુજબ તમો અમલ કરી શકો છો અને સાથે એ વાતનો પણ ખયાલ રાખવામાં આવે કે મોરકકોની ચાંદની ખબર માન્ય રાખવાથી મકામી રૂયત મુજબ મહિનો ૩૧ દિવસનો કે ર૮ દિવસનો ન થઈ જાય અને બેહતર એ જ છે કે ઈંગ્લેંડથી ખબર ન મેળવતાં સીધી મોરકકોથી જ ખબર મેળવવાનો પ્રબંધ કરવામાં આવે, તાકે વાયાઓ વધવાથી ખબરમાં મોડું અને ગડબડ પેદા ન થાય. (શામી – ર)
Log in or Register to save this content for later.