[ર૩૬] સદકહના પ્રકાર

Chapter : ઝકાત

(Page : 278)

સવાલ :– સદકહના કેટલા પ્રકાર છે ?

જવાબ :– હુકમની દ્રષ્ટિએ સદકહના ત્રણ પ્રકાર છે :

                              (૧) ફર્ઝ , (ર)વાજિબ અને (૩) નફલ.

               સોનુ, ચાંદી, રોકડ, વેપારનો માલ, દૂધ અને નસલ માટે રાખેલા ગૌચરથી પલવાતા જાનવરો અને ખેત ઉત્પાદન એમ કોઈ પણ પ્રકારના માલની ઝકાત એ ફર્ઝ સદકહ છે.

               સદકએ ફિત્ર, મન્નતનો સદકહ, હજ અને ઉમરહના એહરામમાં થયેલી કોઈ ભૂલથી વાજિબ થતો સદકહ, નમાઝ, રોઝહનો ફિદયહ, કુર્બાનીના વેચાયેલા ચામડાની રોકડ રકમનો સદકહ, કસમ અને રોઝહ તોડવાનો અને ઝિહારનો માલી કફ્‌ફારો એ વાજિબ પ્રકારના સદકહ છે.

               એવા સદકહ જે સવાબ પ્રાપ્ત કરવાની નિય્યતથી અને આફત, મુસીબતથી હિફાઝતની  નિય્યતથી આપવામાં આવતો માલ કે જે શરીઅતે ફર્ઝ , વાજિબ અને ઝરૂરી ઠરાવેલ નથી અને પવિત્ર શરીઅતે માત્ર તેની ફઝીલત બયાન કરી રગબત આપી છે એ નફલ પ્રકારનો સદકહ છે.

Log in or Register to save this content for later.