Chapter : ઝકાત
(Page : 249-250)
સવાલ :– (ર) બે ભાઈ ભેગા રહે છે, એક ભાઈના માથે ખાસુ કર્ઝ છે, બીજા ભાઈ તેને મદદ પણ કરે છે તેમના માથે પણ થોડું દેવું છે. તો તેમને ઝકાત કે સદકહની રકમ આપી શકાય ? કર્ઝ વાળા માણસ પાસે પાંચ હજાર રોકડા અને માલ પડયો છે, એવી જ રીતે બીજા ભાઈ પાસે પણ એટલો જ માલ કે રોકડ રકમ હોય અને દેવું અલગ છે તો તેમને ઝકાત આપી શકાય?
જવાબ :– (ર) જો કર્ઝદાર ભાઈ કર્ઝ બાદ કરતાં સાહિબે નિસાબ ન રહે તો તેમને કર્ઝ અદા કરવા ઝકાત કે વાજિબ સદકહ આપી શકાય છે, પરંતુ ભેગા રહેતા ભાઈ પાસેથી ઝકાત કે વાજિબ સદકહ લેનાર ભાઈ તે રકમ ઘરમાં ન વાપરી શકે. (શામી–ર)
Log in or Register to save this content for later.