Chapter : ઝકાત
(Page : 248-249)
સવાલ :– એક મજબૂર ઓરતની છોકરી તેના મામાના છોકરાના ઘરે રહેતી હોય, અને તે તેની તમામ ઝરૂરિયાત પૂરી કરે છે. મામાનો દીકરો સાહિબે નિસાબ છે તો ઓરતને બીજી કોઈ વ્યકિત ઝકાત આપે તો ચાલશે કે નહિ? આ ઓરત પાસે કશુંજ નથી, પરંતુ મામાના દીકરાના ઘરે જ રહે છે તો શું મામાનો દીકરો સાહિબે નિસાબ હોય તો ફોયની છોકરી ઝકાત લઈ શકે કે નહિ?
જવાબ :– માલદાર સાહિબે નિસાબ મામાના દીકરાના ઘરે રહેતી ફોયની ગરીબ, ઝકાતની હકદાર દીકરીને ઝકાત આપવી જાઈઝ છે. (શામી–ર)
Log in or Register to save this content for later.