Chapter : ઝકાત
(Page : 185)
સવાલ :– માં–બાપ પોતાની છોકરીઓને શાદી પ્રસંગે ઘરેણા આપે છે, જો છોકરી તેની ઝકાત ના આપી શકે તો શું તેના વાલિદૈન ઝકાત આપી શકે છે? અને આપે તો ઝકાત અદા થશે ? અને વાલિદૈન ના આપે તો શું તેઓ ગુનેહગાર થશે?
જવાબ :– જે ઘરેણા માં–બાપે માલિકી ધોરણે છોકરીને આપી દીધા, જો છોકરી શરઈ દ્રષ્ટિએ માલદાર હોય તો તે ઘરેણાની ઝકાત તેણે આપવી ઝરૂરી છે, માં–બાપની કોઈ જવાબદારી નથી. પરંતુ જો માં–બાપ છોકરીની રજા લઈ તેના તરફથી ઝકાત આપી દેશે તો ઝકાત અદા થઈ જશે અને તે છોકરીની મંજૂરી લઈ ઝકાત આપી શકે છે, બાકી વાલિદૈન છોકરી તરફથી ઝકાત નહિ આપે તો ગુનેહગાર નહિ થાય. (શામી – ર)
Log in or Register to save this content for later.