Chapter : ઝકાત
(Page : 171)
સવાલ :– એક માણસથી ગયા વર્ષની ઝકાતના હિસાબમાં ભૂલ થઈ ગઈ અને તે માણસે ૧૦પ૭ રૂપિયા ૮૦ પૈસાની જગ્યાએ ર૧૧પ રૂપિયા ૭પ પૈસા ઝકાતરૂપે અદા કર્યા, જેમાં ૧૦પ૮ રૂપિયા ૯પ પૈસા વધારે અદા થયા તો ચાલુ વર્ષની ઝકાત પેટે જેટલી રકમ અદા કરવાની છે, તેમાંથી ગયા વર્ષે અદા થયેલ વધારાની રકમ બાદ કરી શકાય કે નહિ? અને આ પ્રમાણે ગયા વર્ષની વધારાની રકમ ચાલુ વર્ષની ઝકાતના હિસાબમાં કવર કરવાથી ચાલુ વર્ષની ઝકાત પૂરેપૂરી અદા થયેલી ગણાશે કે નહિ?
જવાબ :– ગયા વર્ષની ઝકાતના હિસાબમાં ભૂલ થવાથી જેટલી વધારાની રકમ અદા થઈ ચૂકી છે, તેટલી રકમ ચાલુ સાલની ઝકાતની રકમમાંથી બાદ કરી શકાય છે અને ગત વર્ષની વધારાની રકમને ચાલુ વર્ષની એડવાન્સ અદા કરેલી ઝકાત ગણી શકાય છે અને ચાલુ સાલે આ પ્રમાણે ઓછી રકમ અદા કરવાથી ચાલુ સાલની ઝકાત પૂરેપૂરી અદા થયેલી ગણાશે. (આલમગીરી ભાગ–૧/૧૭૬ / કાઝીખાન ભાગ–૧/ર૬૩)
Log in or Register to save this content for later.