Chapter : ઝકાત
(Page : 168-169)
સવાલ :– એક માણસ ગરીબ છે. તેની ઓરત પાસે ૧૦ તોલા સોનું છે. જે પોતાના પિયરમાંથી લાવી છે. તેને ખૂબ સમજાવવા છતાં તે દર વર્ષે મઝકૂર સોનાની ઝકાત આપતી નથી. છેવટે તેની ઝકાત તેના પતિએ આપવી પડે છે, જે કર્ઝ લઈને અદા કરે છે. મઝકૂર માણસ દર મહીને પોતાના પગારમાંથી પ૦૦ રૂપિયા પોતાના માં–બાપને આપે છે. કારણકે તેના માં–બાપ પણ ઘણા ગરીબ છે, તો તેની ઓરતના સોનાની ઝકાતની નિય્યતથી મઝકૂર પ૦૦ રૂપિયા તે માણસ પોતાના ગરીબ માં–બાપને હદિયો કહી આપી શકે કે નહિ? અને આ પ્રમાણે આપવાથી ઝકાત અદા થશે કે નહિ?
જવાબ :– તમારી ઓરત પાસેથી તેના સોનાની ઝકાત અદા કરવાની રજા લઈને તમે તે ઝકાત તમારા ગરીબ અને ઝકાતના હકદાર માં–બાપને ઓરતની ઝકાત આપવાની નિય્યત કરી હદિયો કહીને આપી શકો છો , કારણકે મઝકૂર ઝકાત તમારી ઓરતની છે, તમારી પોતાની નથી અને આ સૂરતમાં ઝકાત અદા થઈ જશે. (શામી : – ર)
Log in or Register to save this content for later.