[૧ર૧] પત્નીની ઝકાત પતિ અદા કરે

Chapter : ઝકાત

(Page : 163)

સવાલ :– જે સૂરતમાં ઓરત પર ઝકાત ફર્ઝ થતી હોય અને ઓરત પાસે ઝકાત અદા કરવા રોકડ રકમ ન હોય અને ઓરત તરફથી તેના પતિ ઝકાત અદા કરે તો ઝકાત અદા થશે ? કે પછી ઓરતને એટલા રૂપિયાની માલિક બનાવવી પડશે અને આ સૂરતમાં ઝકાત અદા કરવાની સહીહ રીત જણાવશો.

જવાબ :– ઓરતની ઈજાઝત લઈ ઓરત તરફથી તેના પતિ ઝકાત અદા કરી આપશે તો ઓરતની ઝકાત અદા થઈ જશે, પૂછેલી સૂરતમાં ઓરતને રોકડ રકમ આપી માલિક બનાવવી ઝરૂરી નથી, તેને રકમ આપ્યા વગર તેની ઈજાઝતથી તેના પતિ તેના તરફથી ઝકાત આપવાની નિય્યત કરી ઝકાતના હકદાર ગરીબ મુસલમાનને માલિકી ધોરણે ઝકાત આપશે તો પણ ઓરતની ઝકાત અદા થઈ જશે.                   (શામી : ર)

Log in or Register to save this content for later.