[૯૧] ભાડાના મકાન–દુકાનની ડીપોઝીટ ઉપર ઝકાત

Chapter : ઝકાત

(Page : 128-129)

સવાલ :– દુકાન અને મકાન માલિક ભાડૂઆત પાસેથી માસિક ભાડા સિવાય એક ચોકકસ રકમ ડીપોઝીટ તરીકે લે છે અને તેને પોતાના ધંધા કારોબારમાં વાપરે છે તો આવી ડીપોઝીટની રકમની ઝકાત કોની ઉપર વાજિબ થશે અને કેવી રીતે વાજિબ થશે ? ઝૈદનું કહેવું છે કે ડીપોઝીટની રકમના વેપારથી મળતા નફા ઉપર અને મૂળ ડીપોઝીટ ઉપર ઝકાત ફર્ઝ થતી નથી તો શું ઝૈદનું કહેવું સહીહ છે ?

જવાબ :– આજકાલ ભાડૂઆત તરફથી દુકાન અથવા મકાનના માલિકને ડીપોઝીટના નામથી આપવામાં આવતી રકમ એ હકીકતમાં કર્ઝની રકમ છે, માટે જો ભાડૂઆત માલદાર હોય તો મઝકૂર રકમ વસૂલ થયા પછી તેણે તે રકમની પાછલા વર્ષોની ઝકાત પણ આપવી જોઈએ અને દુકાન અથવા મકાનના માલદાર માલિકને મઝકૂર રકમ દ્રારા વેપારનો જે નફો મળે તેમાંથી જેટલો નફો ઝકાતનું વર્ષ પુરૂ થાય ત્યારે જમા હોય તે નફાની રકમ ઉપર પણ તેણે ઝકાત આપવી પડશે.    (શામી ભાગ –ર)

Log in or Register to save this content for later.