Chapter : ઝકાત
(Page : 125-126)
સવાલ :– એક ભાઈએ શહેરમાં ફેકટરી શરૂ કરી અને ફેકટરી ચાલુ કરવામાં તેને લગભગ ૩૦ લાખ રૂપિયા ખર્ચ થયો છે. હવે તે માણસે વર્ષ પૂરૂં થયા પછી ઝકાત આપવી હોય તો કેવી રીતે આપવી. ૩૦ લાખનો હિસાબ કરી ઝકાત આપવાની રહેશે કે ફેકટરીની આવક ઉપર ઝકાત ફર્ઝ થશે?
જવાબ :– ફેકટરીની જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહન વગેરે મિલકતો જે વેચવા માટે હોતી નથી તે મિલકતો ઉપર ઝકાત ફર્ઝ નથી. અલબત્ત, ફેકટરીના સ્ટોકમાં હોય એવો કાચો માલ અને તૈયાર માલ જે વેચવા માટે હોય તે અને રોકડ બેલેન્સ ઉપર ઝકાત ફર્ઝ છે. જયારે ઝકાતનું વર્ષ પૂરૂં થાય ત્યારે મઝકૂર ઝકાત વાજિબ થવા પાત્ર વસ્તુઓમાંથી જેટલી વસ્તુઓ મવજૂદ હોય, તેમાંથી ફેકટરી માલિકનું કર્ઝ બાદ કરીને બાકીના માલ મૂડીની ઝકાત આપવી પડશે. યાદ રહે કે વેચેલા માલની ઉધાર કિંમત ઉપર પણ ઝકાત ફર્ઝ છે. પરંતુ જયારે તે રકમ વસૂલ થાય ત્યારે અદા કરવી ઝરૂરી છે, તેથી પહેલાં ઉધાર કિંમતની ઝકાત અદા કરવી ઝરૂરી નથી, પણ તે પહેલાં પણ અદા કરવી જાઈઝ છે. (શામી ભાગ : ર)
Log in or Register to save this content for later.