Chapter : ઝકાત
(Page : 125)
સવાલ :– જે માણસ હજ્જનો ઈરાદો કરી હજનું ફોર્મ ભરે છે અને તેના ઉપર ઝકાત ફર્ઝ હોય છે. તો શું હાજીનો હજનો જે ખર્ચ છે, તે રકમની તેણે ઝકાત આપવી પડશે કે નહિ ?
જવાબ :– હાજીએ જે રકમ વિમાન ભાડા, બસ ભાડા અને અન્ય ચાર્જ પેટે હજ કમીટીમાં જમા કરાવી આપી હોય અથવા કોઈ ટૂર આયોજકને ચૂકવી આપી હોય તે રકમની ઝકાત આપવી ઝરૂરી નથી, પરંતુ જેટલી રકમ તેને પોતાના ખર્ચ માટે સાઉદી રિયાલ રૂપે પરત મળવાની છે તેટલી રકમની ઝકાત આપવી ઝરૂરી છે, કારણકે પહેલા પ્રકારની રકમો તેણે ભાડા અને મહેનતાણા પેટે પોતાની માલિકીમાંથી બીજાને આપી દીધેલી ગણાશે. જયારે બીજા પ્રકારની રકમ હજુ તેની પોતાની માલિકીમાં જ મવજૂદ છે એટલે ઝકાતનું વર્ષ પૂરૂં થાય ત્યારે તે રકમની ઝકાત આપવી પડશે. (શામી : ર)
Log in or Register to save this content for later.