Chapter : નમાઝ
(Page : 165-166)
સવાલ :– ગાડીમાં મુસાફરી કરી રહ્યા છીએ, ભીડ વધુ છે, તો નમાઝ અદા કરવા માટે ફર્સ્ટ કલાસના ડબ્બામાં જઈ તેના બારણા પાસે નમાઝ પઢી શકાય ? નમાઝથી ફારિગ થઈ ઓર્ડિનરી ડબ્બામાં પાછા આવી જઈએ તો શરીઅતની રૂએ કંઈ વાંધો ખરો ? જો કે આવા ડબ્બામાં રેલ્વેના કાનૂન મુજબ સામાન્ય ટિકિટવાળો પેસેન્જર મુસાફરી કરી શકતો નથી.
જવાબ :– આવી ભીડની હાલતમાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં નમાઝ પઢવી હોય તો ફર્સ્ટ કલાસના ઝિમ્મેદારની રજા લઈ નમાઝ પઢવી જોઈએ, તા કે અપમાનિત થવાનો ભય ન રહે.
Log in or Register to save this content for later.