[૧૧૯] મુસાફિર મુકીમ ઈમામ સાથે પૂરી નમાઝ પઢે

Chapter : નમાઝ

(Page : 159)

સવાલઃ–(૩) મુકીમ ઈમામ પાછળ મુસાફિર નમાઝ પઢે તો તેણે ચાર રકઆત નમાઝ પૂરી પઢવી પડશે અથવા માત્ર બે રકઆત પઢવી જાઈઝ છે ?

જવાબઃ–(૩) મુસાફિર મુકતદીએ મુકીમ ઈમામ પાછળ પૂરી નમાઝ પઢવી પડશે, ચાહે તે મુસાફિર મુદરિક (શરૂ નમાઝથી ઈમામ સાથે નમાઝમાં શામેલ) હોય અથવા મસબૂક (ઈમામ સાથે શરૂ નમાઝથી શામેલ ન હોય, બલ્‌કે તેની અમુક અથવા બધી રકઆતો છૂટી હોય અને ચાહે માત્ર છેલ્લા કઅ્‌દહમાં મુકીમ ઈમામ સાથે શામેલ થયો) હોય, બન્ને સૂરતોમાં મુસાફિર મુકતદીએ પૂરી નમાઝ પઢવી ઝરૂરી છે. (તહતાવી ૪ર૮,ઝકરીય્યા)

Log in or Register to save this content for later.