[૪૮પ] પુત્રીના નિકાહની દઅવતમાં અકીકહનો ગોશ્ત વાપરવો

Chapter : અકીકહ

(Page : 545)

સવાલ :– મારે મારી બે છોકરીઓના અકીકહ કરવા છે, મારી મોટી છોકરીની ટૂંક સમયમાં શાદી પણ છે, તો મારે મારી છોકરીની શાદીમાં અકીકો કરવો છે અને બધાને શાદીમાં મહેમાની કરવી છે. તો શાદીમાં અકીકો કરી શકાય કે નહિ?

જવાબ :– છોકરીની શાદી પ્રસંગે મહેમાનીની દઅવતમાં છોકરીઓના અકીકાના જાનવરો ઝબહ કરી તેનો ગોશ્ત ઉપયોગ કરી શકાય છે, પરંતુ આ દઅવત બદલ દઅવત ખાનાર તરફથી શાદી વ્યવહાર તરીકે કોઈ રકમ ભેટ આપવાનો રિવાજ હોય તો તે રકમ ન સ્વીકારવી જોઈએ. કારણ કે કુરબાનીના ગોશ્તની જેમ અકીકહના ગોશ્તનું કોઈ વળતર લેવું જાઈઝ નથી.      (શામી–પ)

Log in or Register to save this content for later.