Chapter : અકીકહ
(Page : 536)
સવાલઃ– છોકરાના અકીકામાં બે બકરા થાય છે, તો એક સાથે બે બકરા ઝબહ કરવા પડશે કે પછી એક આજે ઝબહ કરે અને બીજો આઠ દિવસ અથવા મહિના પછી ઝબહ કરે તો ચાલી શકે કે નહિ ?
જવાબઃ– બે બકરા એક સાથે ઝબહ કરવા અફઝલ છે, પરંતુ કોઈ કારણસર અકીકાના બંને બકરા એક સાથે ઝબહ ન થઈ શકે બલ્કે અલગ અલગ દિવસોમાં ઝબહ કરવામાં આવે તો પણ જાઈઝ છે.
Log in or Register to save this content for later.