[૪૩ર] એકિસડન્ટમાં મરી ગયેલ બકરાની કિંમત, બીજું જાનવર અને મરેલા બકરાનું વેચાણ

Chapter : કુરબાની

(Page : 479-480)

સવાલ :– મારા ઘરનો એક બકરો છે જે કુરબાનીની નિય્યતથી રાખ્યો હતો તે બકરો થોડા દિવસ પહેલાં ટ્રક નીચે આવી જતાં મરી ગયો છે. લોકોએ ટ્રક ડ્રાયવર પાસેથી ૩પ૦ રૂપિયા લીધા છે અને બકરાને એક ભાઈએ ૧પ૦ રૂપિયામાં વેચી દીધો છે. એટલે મને તે બકરાના કુલ પ૦૦ રૂપિયા મળેલ છે. તો હવે મારે રૂપિયા પ૦૦નો બકરો ખરીદવો કે રૂપિયા ૩પ૦ નો બકરો ખરીદવો અને રૂપિયા ૧પ૦નું મારે શું કરવું?

જવાબ :– તમારી કુરબાની માટે બીજું જાનવર ખરીદવામાં મૃત્યું પામેલ બકરાની કિંમતની મર્યાદા જાળવવી જરૂરી નથી, તેથી વધુ કિંમતનું પણ લઈ શકો છો અને તેથી ઓછી કિંમતનું પણ ખરીદી શકો છો.

                મરેલા બકરાનું વેચાણ શરીઅતની રૂએ જાઈઝ અને હલાલ નથી. માટે મરેલા બકરાની કિંમત પેટે લીધેલા ૧પ૦ રૂપિયા બકરો ખરીદનાર વ્યકિતને પરત આપી દેવા જોઈએ. અલબત્ત, જો તેણે તે બકરાનું ચામડું ઉતારી દબાગત આપી પાક – સાફ કરી લીધું હોય તો તેને ચામડું પાક–સાફ કરવાનું વ્યાજબી મહેનતાણું આપી તે ચામડું પરત લઈ કોઈને વેચાતું આપી શકાય છે.  (શામી –૪/૧૦૦,પ/૧૦પ)

Log in or Register to save this content for later.