Chapter : કુરબાની
(Page : 474-475)
સવાલ :– એક બાલિગ છોકરાએ એક ઘેટો ઘણા શોખથી ઉછેર્યો છે. અને એ છોકરાનો ઈન્તિકાલ થઈ ગયો છે. મર્હૂમની વાલિદાને મજકૂર ઘેટાની કુરબાની મર્હૂમના નામની આપવાની ઘણી ઈચ્છા છે. તો મજકૂર ઘેટાની કુરબાની મર્હૂમના નામની આપી શકાય કે કેમ?
જવાબ :– મર્હૂમના નામની કુરબાની આપી શકાય છે, પરંતુ મજકૂર ઘેટો જો મર્હૂમની માલિકીનો હતો તો મર્હૂમ તરફથી એની કુરબાની કરવામાં એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે મર્હૂમના બધા શરઈ વારસદારો (જેઓ તેની માલ મિલ્કતમાંથી વારસા હકના હકદાર છે.) બાલિગ હોવા જોઈએ અને મજકૂર ઘેટાની કુરબાની મર્હૂમ તરફથી કરવા માટે તે બધા જ વારસદારો રાજીખૂશી હોવા જોઈએ. કારણ કે નાબાલિગ વારસદારના હિસ્સા હકવાળા માલમાંથી મર્હૂમની કુરબાની ન કરી શકાય, એવી જ રીતે જો અમૂક બાલિગ વારસદારો મર્હૂમ તરફથી કુરબાની કરવા રાજી ન હોય તો મજકૂર ઘેટામાં તેમનો જે ભાગ સાબિત થાય તેની કિંમત લઈ લેવા તેમને રાજી કરવા જરૂરી છે. અને જે અમૂક વારસદારો મર્હૂમ તરફથી કુરબાની કરવા ચાહતા હોય તો તેમણે કિંમત આપી દેવી જરૂરી છે. (શામી, પ/ર૦૭)
Log in or Register to save this content for later.