[૪૦પ] ગોશ્તની તકસીમ અને માલિક ની રજા વગર ગોશ્ત લેવું

Chapter : કુરબાની

(Page : 458)

 સવાલ :– કુરબાનીનો ગોશ્ત કઈ રીતે વહેંચવામાં આવે છે અને એ કુરબાનીના ગોશ્તમાં બીજા લોકો જબરદસ્તીથી હક ધરાવે છે તો તેમના માટે જબરદસ્તીથી ગોશ્ત લેવો જાઈઝ છે કે નહિ અને ગોશ્તમાં જમાઅતનો જે હિસ્સો પડે છે તેમાંથી રિશ્તેદારોને વહેંચાય કે નહિ?

જવાબ :– કુરબાની જો માલદારની વાજિબ હોય અથવા માલદાર કે ગરીબની નફલ હોય તો તેના ગોશ્તના ત્રણ ભાગ કરવા મુસ્તહબ છે એક ભાગ તેના ઘર માટે, એક ભાગ મુસ્લિમ ગરીબો માટે અને એક ભાગ સગા સંબંધીઓમાં વહેંચવામાં આવે, અને કુરબાનીના માલિકની ખુશદિલી અને રજા વગર જબરદસ્તીથી ગોશ્ત લેવો હરગિઝ જાઈઝ નથી. એવો લીધેલો ગોશ્ત ખાવો હલાલ પણ નથી. પોતાની બિરાદરીની જમાઅતનો જે ભાગ પડે તેમાંથી સગાઓને આપી શકાય છે. માલદાર કે ગરીબની મન્‍નતની વાજિબ કુરબાનીના ગોશ્તનો મુસ્લિમ ગરીબોને સદકો કરી દેવો વાજિબ છે. (શામી–પ)

Log in or Register to save this content for later.