[૩૯૬] ચામડાની કિંમતથી અંજુમનનું ફર્નિચર

Chapter : કુરબાની

(Page : 451-452)

સવાલઃ– અમારા ગામમાં કુરબાનીના ચામડા અંજુમનમાં આપી દે છે અને તે ચામડાંને વેચી તેના પૈસાથી કુરસી અને બીજી જરૂરતની વસ્તુ લાવી તેને શાદી પ્રસંગે વાપરે છે અને કુરસી પર માલદાર–ગરીબ બેસી ખાવાનું ખાય છે તો શું આ જાઈઝ છે?

જવાબઃ– કુરબાનીના ચામડાંની રકમથી અંજુમનના કુરસી–ટેબલ કે અન્ય વસ્તુઓ ખરીદવી જાઈઝ નથી અંજુમનના વ્યવસ્થાપકોએ તે રકમ ગરીબ મુસલમાનો ને સદકો કરી દેવી વાજિબ છે. (શામી ભાઃપ)

Log in or Register to save this content for later.