[૩૯ર] ચામડું મદ્રસામાં આપવાનો હીલો

Chapter : કુરબાની

(Page : 448)

સવાલઃ– કુરબાનીના ચામડા મદ્રસાના કોઈ પણ કામમાં લઈ શકાય એવી કોઈ ગુંજાઈશ છે ? દા.ત. આજે મસ્અલો છે કે કુરબાનીના ચામડાં માલદારને પણ લિલ્લાહ બક્ષિશ તરીકે આપી શકાય છે, તો કુરબાની કરનાર પોતાની કુરબાનીનું ચામડું મદ્રસાના કોઈ પણ ટ્રસ્ટીને આપે અને પછી તેને વેચી દે અને તે પૈસા મદ્રસાના પગાર અથવા કુર્આન શરીફ કિતાબ અથવા બીજા કોઈ કામમાં વાપરી શકાય કે નહિ?

જવાબઃ– જો કુરબાની કરનાર માલદાર વ્યકિત પોતાની કુરબાનીનું ચામડું કોઈ ગરીબ કે માલદાર વ્યકિત ને સદકા અથવા ભેટ તરીકે આપે અને તે સદકા અથવા ભેટ તરીકે કબૂલ કરનાર ગરીબ કે માલદાર વ્યકિત તે ચામડું વેચીને તેની કિંમત મદ્રસામાં આપવા ચાહે તો એ સૂરત જાઈઝ અને દુરસ્ત છે, પરંતુ ચામડું સીધે સીધું મદ્રસામાં આપવાની નિય્યતથી મદ્રસાના ટ્રસ્ટીને અથવા બીજા કોઈ વ્યકિતને એ હેતુથી સોંપવું કે તે વેચીને જે કિંમત આવે તે મદ્રસાના કોઈ કામમાં દા.ત. પગાર અથવા બાંધકામ વગેરેમાં લઈ લે, તો એ સૂરત ના જાઈઝ છે. હા! અગર મદ્રસામાં પઢતા ગરીબ બાળકોને કુર્આન શરીફ કિતાબ વગેરે માલિકી ધોરણે આપવાના હેતુથી મદ્રસાના ટ્રસ્ટીને ચામડું આપવામાં આવે તો એ સૂરતમાં જાઈઝ છે કે તે ચામડું વેચીને તેની કિતાબો વગેરે લાવીને ગરીબ બાળકોને માલિકી ધોરણે આપી દેવામાં આવે. (શામી–પ)

Log in or Register to save this content for later.