[૩૮૬] ચામડાંની કિંમતથી પુસ્તકાલયની કિતાબો

Chapter : કુરબાની

(Page : 444)

સવાલ : – શું ફરમાવે છે ઉલમાએ દીન આ મસ્અલામાં કે હઝ. મવલાના સય્યિદ મુહિયુદ્દીન સાહેબે (મુહતમિમ – આલીપૂર) કુરબાનીના મસાઈલ પર એક નાની કિતાબ લખી છે. તેમાં કુરબાનીની ખાલ વિષે લખ્યું છે કે ખાલ આપીને તેના એવઝ (બદલા)માં કિતાબો ખરીદી શકાય છે.

                હવે પૂછવાનું એ છે કે આજકાલ બૂક સેલરો સાથે ખાલના બદલામાં કિતાબોનો બદલો કરવાનો રિવાજ નથી. તો શું ખાલ વેચીને તેની રકમથી મદ્રસામાં બાળકોને પઢવાની કિતાબો કુર્આન શરીફ અથવા મદ્રસાના કુતુબખાના કે અંજુમનના પુસ્તકાલય માટે કિતાબો ખરીદી શકાય કે નહિ?

જવાબ :– કુરબાનીના ચામડાને જયારે રોકડ રકમ અથવા બીજી કોઈ એવી વસ્તુના બદલામાં વેચવામાં આવે કે જેને બાકી રાખીને તેનાથી લાભ ન ઉઠાવી શકાતો હોય (જેમ કે ખાવાની કોઈ વસ્તુ) તો તે ગમે તે નિય્યતથી વેચવામાં આવે, ચાહે તો પોતે ઉપયોગ કરવાની નિય્યતથી કે સદકો કરવાની નિય્યતથી અથવા કોઈ બાકી રહેનાર વસ્તુ ખરીદવાની નિય્યતથી તે રકમનો ગરીબ મુસ્લિમોને સદકો કરી દેવો જ વાજિબ છે, હવે તે રકમથી કુરબાની કરનાર વ્યકિત કિતાબો પણ ન ખરીદી શકે. હા, જે ગરીબ મુસલમાનને મજકૂર રકમ સદકા પેટે મળે તે પોતાના ગમે તે જાઈઝ ઉપયોગમાં લઈ શકે છે, માટે તે કિતાબો પણ ખરીદ કરી શકે છે.

                મદ્રસાના વ્યવસ્થાપક કુરબાનીનું ચામડું વેચવામાં કુરબાની કરનાર વ્યકિતના નાયબ છે, માટે તેઓએ વેચેલાં ચામડાંઓની રકમનો પણ એ જ હુકમ છે કે ગરીબ મુસલમાનને સદકો કરી દેવો વાજિબ છે. આ સૂરત જાઈઝ છે કે જે બાળકોના બાપ શરઈ દ્રષ્ટિએ ગરીબ હોય તેવા બાળકોને માલિકી ધોરણે દીની કિતાબો ખરીદવા મજકૂર રકમ આપવામાં આવે.

                મદ્રસા અને અંજુમનના પુસ્તકાલય માટે ચામડાંની રકમથી કિતાબો ખરીદવી જાઈઝ નથી કારણ કે તેનો હકદાર ગરીબ મુસલમાન છે.

                ખાલના બદલામાં કિતાબો કે બીજી કોઈ બાકી રહેનાર વસ્તુના ખરીદ વેચાણનો રિવાજ ન હોવાથી રકમના બદલામાં કિતાબોનું ખરીદ વેચાણ જાઈઝ નથી, બલ્કે બુક સેલર અથવા ચામડું ખરીદનારથી મસ્અલહ મુજબ ખરીદ વેચાણનો કોઈ ઉકેલ તલાશ કરવો જોઈએ.(શામી પ/ર૦૯, ર/પ૮, અલ્‌ બહર ૮/૧૭૮)

Log in or Register to save this content for later.