Chapter : કુરબાની
(Page : 439)
સવાલ :– એક મદ્રસો છે, જે બીજા રાજયમાં આવેલ છે, તે મદ્રસો જાનવર ઉપર પોતાનો નફો ચઢાવી કુરબાની કરે છે અને કુરબાનીનું ચામડું તે મદ્રસામાં જ આપવાની શર્ત પણ ઠરાવે છે, તો આ પ્રમાણે નફો લેવાનો અને શર્ત ઠરાવવાનો શું હુકમ છે.
જવાબ :– જો મદ્રસાવાળા પ્રથમ કુરબાનીના જાનવરો ખરીદી લેતા હોય અને પછી કુરબાની ખરીદવા ઈચ્છતા લોકોને વેચતા હોય તો નફો લઈને કુરબાનીનું જાનવર વેચવું જાઈઝ છે, પરંતુ જો પહેલેથી જાનવરો ખરીદીને તૈયાર ન રાખતા હોય, બલ્કે કુરબાની ખરીદવા ઈચ્છતા લોકોની રકમ જમા થયા પછી અને તેઓ તરફથી કુરબાની ખરીદી કુરબાની કરવાની રજૂઆતની જાણ થયા પછી તેઓની નિય્યતથી જ જાનવરો ખરીદતા હોય તો જાનવર પર નફો લેવો જાઈઝ તો નથી, પરંતુ કુરબાની ખરીદવાનું અને કુરબાની કરવાની વ્યવસ્થા કરવાનું મહેનતાણું લેવાની પહેલેથી ચોખવટ કરીને મહેનતાણું લેવું જાઈઝ છે અને કુરબાની કરવા બદલ કુરબાનીનું ચામડું મદ્રસામાં આપવાની શર્ત ઠરાવવી એ જાઈઝ નથી. અલબત્ત, કુરબાનીનો માલિક સ્વેચ્છાએ ચામડું મદ્રસામાં આપવા ચાહે તો આપી શકે છે. (શામી ૪/પ)
Log in or Register to save this content for later.