[૩૭૩] ચામડાંની કિંમત મસ્જિદ – મદ્રસામાં

Chapter : કુરબાની

(Page : 432-433)

સવાલ :– કુરબાનીના ચામડાંના પૈસા મદ્રસાની ઈમારત બનાવવા  માટે આપી શકાય ? અથવા મસ્જિદના કોઈ વપરાશ માટે આપી શકાય ? અમારા ગામમાં દસ મુસ્લિમ ઘરો છે અને માલી હાલતથી કમઝોર છે, મસ્જિદ – મદ્રસા માટે કોઈ આવક નથી, માટે જો ચર્મે કુરબાનીની રકમ મસ્જિદ – મદ્રસા માટે લઈ શકાતી હોય તો તેનાથી ખાવું પકાવવાની દેગો વગેરે ખરીદી ભાડા આવકનું સાધન ઉભું કરી શકાય અને ભાડા  આવકથી મદ્રસાનું બાંધકામ પણ થઈ શકે.

જવાબ :– ચર્મે કુરબાનીની રકમ મસ્જિદ–મદ્રસાના બાંધકામ માટે અથવા કોઈ સંસ્થાની આવકના સાધનો ઉભા કરવા માટે અથવા મસ્જિદ–મદ્રસાના અન્ય કોઈ કામ માટે આપવી જાઈઝ નથી. કુરબાનીના ચામડાંની રકમનો હકદાર માત્ર ગરીબ મુસલમાન છે, માટે કુરબાની કરનારે પોતાની કુરબાનીનું ચામડું વેચીને તેની કિંમત કોઈ ગરીબ મુસલમાનને અથવા આવી રકમથી ગરીબ મુસ્લિમોને સહાય કરતી સંસ્થાને આપવી જોઈએ. અલબત્ત જો કુરબાનીનો માલિક પોતાનું ચામડું સ્વેછાએ બીજા કોઈ માલદાર અથવા ગરીબ માણસને બક્ષિશ આપે અને તે બીજો માણસ ચામડાંની બક્ષિશ સ્વીકારી લઈ તેને વેચી આપે અને તેની કિંમત સ્વખૂશીથી પોતાના તરફથી મસ્જિદ – મદ્રસામાં લિલ્લાહ આપવા ચાહે તો આપી શકે છે. અને તે રકમથી બાંધકામ પણ થઈ શકે છે. બાકી કુરબાનીવાળો માણસ પોતાનું ચામડું અથવા તેને વેચીને તેની કિંમત મસ્જિદ–મદ્રસામાં આપે એ જાઈઝ નથી.    (શામી –પ/ જ.ફિકહ–૧)

Log in or Register to save this content for later.