Chapter : કુરબાની
(Page : 430)
સવાલઃ– કુરબાની કરનાર માણસે કુરબાનીનું ચામડું કોઈ માલદાર વ્યકિતને ભેટ આપ્યું અને ભેટ લેનાર માલદારે તે ચામડાંને વેચી આપ્યું, તો શું તે માલદાર તેની કિંમત પોતે વાપરી શકે છે અથવા તે ફકત ચામડું જ હુબહુ ઉપયોગ કરી શકે છે કે પછી ચામડું વેચી આપી તેની કિંમતનો કોઈ ગરીબને સદકો કરી દેવો જરૂરી છે ?
જવાબ :– માલદાર માણસ ભેટ તરીકે મળેલ હુબહુ કુરબાનીનું ચામડું પણ ઉપયોગ કરી શકે છે અને તેને વેચીને તેની કિંમત પણ પોતે વાપરી શકે છે, કિંમતનો કોઈ ગરીબને સદકો કરવો જરૂરી નથી. (શામી–પ/ર૦૯)
Log in or Register to save this content for later.