[૩૬૦] ગરીબની કુરબાનીના ગોશ્તનો હુકમ

Chapter : કુરબાની

(Page : 424-425)

સવાલઃ– ”કુરબાનીના મસાઈલ” નામી પુસ્તિકામાં વાંચવા મુજબ કોઈ ગરીબ માણસ કુરબાનીની નિય્યતથી જાનવર ખરીદે તો તે પૂરું જાનવર મન્‍નત લેખાશે. તો સવાલ એ છે કે શું તે પૂરા જાનવરનો ગોશ્ત ફકત ગરીબોને જ આપવો જરૂરી છે. કોઈ માલદારને ન આપી શકાય અને પોતે પણ ન ખાય શકાય? (મવ. મૂસા ઈસા, મુ. આછોદ, જિ.ભરૂચ)

જવાબઃ– જે જાનવરની કુરબાની માલદારે કે ગરીબે મોઢેથી મન્‍નતના શબ્દો બોલી મન્‍નત માની હોય તો તે જાનવરના પૂરા ગોશ્ત અને ચામડાનો ફકત ગરીબોને જ સદકો કરી આપવો જરૂરી છે. ન તેમાંથી માલદારને આપી શકાય કે ન મન્‍નત માનનાર પોતે ખાય શકે છે. ચાહે તે પોતે ગરીબ હોય.

                હા, જો ગરીબ માણસે મોઢેથી બોલી મન્‍નત માની નથી, બલ્કે કુરબાનીના દિવસોમાં કુરબાનીની નિય્યતથી જાનવર ખરીદવાથી મન્‍નતની જેમ વાજિબ થઈ ગયું તો તેના માટે પોતે ખાવું જાઈઝ છે. બાકી માલદારને તો આવા જાનવરમાંથી પણ ન ખવડાવી શકાય. (શામી પ/ર૦૮)

Log in or Register to save this content for later.