Chapter : કુરબાની
(Page : 416-417)
સવાલઃ– કુરબાની એક ઘરમાં એક જ થાય તો ચાલે કે કેમ? મારા સાંભળવા પ્રમાણે જેના ઉપર ઝકાત ફર્ઝ છે તે તમામના ઉપર કુરબાની ફર્ઝ છે તો આ બાબત જણાવશો.
જવાબઃ– જો ઘરમાં અનેક વ્યકિતઓ સાહિબે નિસાબ માલદાર હોય તો તે દરેક વ્યકિત ઉપર અલગ કુરબાની કરવી વાજિબ છે, બધાં તરફથી માત્ર એક નાના જાનવરની કુરબાની અથવા મોટા જાનવરમાં એક ભાગની કુરબાની પૂરતી અને જાઈઝ નથી. (શામી : પ)
Log in or Register to save this content for later.