[૩પ૩] શીઅહ ખોજાનો મોટા જાનવરમાં હિસ્સો

Chapter : કુરબાની

(Page : 416)

સવાલઃ– બકરી ઈદની કુરબાનીમાં મોટા જાનવરમાં સાત હિસ્સા કરી શકાય છે, જેમાં અમૂક ભાગ (એકથી વધારે સાતથી ઓછા) શીઅહ (ખોજા) મિત્રો રાખવા માંગે છે, તો શીઅહ લોકો જેવા કે ખોજા (ઈસ્ના અશરી – ખાનયા) દાઉદી વ્હોરાના હિસ્સા સાથે રાખી શકાય કે નહિ? અગર ન રાખી શકાય તો ઉકત લોકો સાથે મિત્રોચારી તુટે છે, તો એવા સંજાોગોમાં અમારે શું કરવું? ઉકત શીઅહ લોકોના અકીદો આપણાથી જુદો છે.

જવાબઃ– જ્યારે તેઓનો અકીદો આપણાથી જુદો છે તો કુરબાનીના મોટા જાનવરમાં તેઓનો ભાગ રાખવો દુરસ્ત નથી, કારણ કે તમારી કુરબાની પણ દુરસ્ત નહિ થાય, મિત્રતાનો તકાઝો એ છે કે એક બીજાની ઈબાદત ખરાબ ન થવા દે અને સહીહ અકીદો માનવા સમજવાની કોશિશ કરવામાં આવે.                        (શામી–પ)

Log in or Register to save this content for later.