[૩પ૧] કુરબાનીનો એક ભાગ અનેક મર્હૂમો માટે

Chapter : કુરબાની

(Page : 415)

સવાલઃ– જો હું કુરબાની મારા મર્હૂમ સગાઓ માટે એક ભાગ કરું ત્યારે ઈમામો તેમજ મશ્હૂર ચાર ઈમામો અબૂ હનીફહ, શાફઈ, માલિક, અહમદ, વગેરેનો હિસ્સો એક ભાગમાં રખાય કે કેમ?

જવાબઃ– એક ભાગની નફલ કુરબાની પોતાના તરફથી કરી તેનો સવાબ ચાર ખુલફાએ રાશિદીન, તમામ સહાબા અને સવાલમાં લખવા મુજબ અન્ય વ્યકિતઓને પહોંચાડી શકાય છે. આ સૂરતમાં કુરબાની પોતાના તરફથી થશે અને ઈસાલે સવાબ મઝકૂર સલફ (રહ.)ને કરવામાં આવશે. (ઈ.ફતાવા–૩/પ૭૩)

Log in or Register to save this content for later.